મોરબી : મોરબીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એવા બ્રિજેશભાઈ મેરજાએ સહ પરિવાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાને સમગ્ર પરિવાર સાથે આત્મીયતાથી વાતચીત કરી ખબર અંતર પૂછ્યા હતા. ઉપરાંત નરેન્દ્ર મોદીએ બ્રિજેશભાઈ મેરજાના પૌત્ર દિયાન સાથે રમુજમાં વાત કરી હળવી પળો માણી હતી.