મોરબી : આજે તારીખ 19 માર્ચના રોજ નવરંગ નેચરલ ક્લબ દ્વારા મોરબીના સામાકાંઠે સો-ઓરડી બુધવારી બજારમાં રાહત ભાવે 350થી વધારે રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ જાનકી મીની ઓઈલ મિલના સહયોગથી તેમજ નાના બાળકોના સહયોગથી ચકલીના માળા બનાવીને 200થી વધારે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ વ્યવસ્થાનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.