મમતા દિવસે વેક્સિનેશનની કામગીરી ન થતાં બાળકો અને માતાઓ પરેશાન4 પ્રા. આરોગ્ય કેન્દ્ર પૈકી 3માં નવી ઓપીડી ત્રણ માસથી બંધટંકારા : ટંકારા તાલુકામાં જિલ્લા પંચાયત હસ્તકના ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી 3 આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ત્રણેક મહિનાથી નવી ઓપીડી બંધ હાલતમાં છે અને ઉપરથી હાલ આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જતાં દર્દીઓ રઝળી પડ્યા છે.ટંકારા તાલુકામાં જિલ્લા પંચાયત હસ્તકના ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેમાં સાવડી, નેસડા, નેકનામ અને લજાઈ ખાતે આવેલા છે. આ ચાર આરોગ્ય કેન્દ્ર વચ્ચે માત્ર એક જ એમબીબીએસ ડોક્ટર હોય દર્દીઓ છેલ્લા ત્રણ મહિનાથી ત્રાહિમામ પોકારી ગયા છે. ઉપરથી હાલ આરોગ્ય કર્મચારો હડતાળ પર ઉતરી જતાં આજે બુધવારે મમતા દિવસે વેક્સિનેશન સહિતની કામગીરી પર સંકટ ઉભું થયું છે. તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી.જી. બાવરવાનો સંપર્ક કરતાં તેમણે બેક ટુ બેક કર્મચારીઓ પાસેથી કામ લઈને ત્રણ દિવસમાં વેક્સિનેશનની કામગીરી આટોપવાની વાત કરી છે.