મોરબી : સાપર ખાતે તા. 18-3-2025 અને ફાગણ વદ ચોથ સવંત-2081ના જગદીશ્વર વિષ્ણુજી, સિધેશ્વર મહાદેવ, રાધાકૃષ્ણ, રામ-લક્ષ્મણ-સીતાની ત્રિમંદિરના 17 મો પ્રાગટ્ય દિવસના રોજ બ્રહ્મા, વિષ્ણુ ,મહેશ ,રાધાકૃષ્ણ, રાજબાઈ માં ,મોમાઈ માં ને અંબાજીમાંને સર્વે દેવી દેવતાઓનો પાઠોત્સવ ઊજવવામાં આવ્યો.આ દરમ્યાન સાપર ગામના વડીલો તથા ભાઈઓએ ત્રિદેવ મંદિરથી ભગવાનની સાપર ગામમા રથયાત્રા નીકળી હતી. અને સાપર ગામના બહેનોએ સર્વેના ઘરે ભગવાનની પધરામણી કરાવી અને આરતી કરી હતી. આ દરમ્યાન આખા ગામમાં રથયાત્રા બાદ ભગવાનની મહા આરતી કરવામાં આવી હતી. અને બાદમાં પ્રસાદ ધારાવીન બધાને પ્રસાદ વિતરણ કરાયું હતું. મહત્વનું છે કે, પરમ પૂજ્ય યોગાચાર્ય સ્વામી રાજર્ષિ મુનિ જીના વરદ હસ્તે તા. 24 એપ્રિલ 2008ના ફાગણ ચોથ સવંત-2064 ના રોજ લોકેશ્વર બ્રહ્માજી, જગદીશ્વર વિષ્ણુજી, સિધેશ્વર મહાદેવ, રાધાકૃષ્ણ, રામ-લક્ષ્મણ-સીતાની ત્રિમંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.