હળવદ : માળીયા મિયાણા - હળવદ હાઇવે ઉપર પ્રતાપગઢ ગામના પાટિયા નજીક બોલેરો ગાડીના ચાલકે બેફામ ઝડપે પોતાની ગાડી ચલાવી આગળ જતા ટ્રેક્ટરના ઠાઠામા પોતાની બોલેરો અથડાવી અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં બોલેરોમાં આગળ બેઠેલા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બાદ બોલેરો ચાલક નાસી ગયો હતો.હળવદ - માળીયા મિયાણા હાઇવે ઉપર પ્રતાપગઢ ગામના પાટિયા નજીક જીજે - 36 - ટી - 6365 નંબરના બોલેરો પીકઅપ લોડિંગ વાહનના ચાલક આરોપી વિનોદ સિધાભાઈ કોળી રહે.નવા દેવળીયા વાળાએ પોતાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આગળ જતાં આઇસર ટ્રેકટરના ઠાઠામાં ભટકાડી અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં બોલેરોમાં બેઠેલા નવા દેવળીયા ગામે રહેતા મંગળસિંહ અનોપસિંહ પરમાર ઉ.38 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ બોલેરો ચાલક નાસી જતા મૃતકના પત્ની મીનાબા મંગળસિંહ પરમારે બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.