મોરબી : ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીના માળા તથા પાણીના પરબિયા(માટીના કુંડા) નું વિતરણ કરવામાં આવશે. સતત સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્વારા જીવદયાપ્રેમીઓ માટે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને ઠંડક મળે અને તેમની તૃષા સંતોષાય તેવા ઉમદા કાર્ય માટે શનાળા રોડ પર આવેલા સ્કાય મોલ સામે શ્રી ચિત્રા હનુમાનજી મંદિરે તારીખ 20 માર્ચ ને ગુરુવારે વિશ્વ ચકલી દિવસે સવારે 8-30 થી 11-30 સુધી વહેલા તે પહેલાના ધોરણે માટીના પરબિયા અને માળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે તેમ પ્રમુખ ટી.સી. ફુલતરીયાની યાદીમાં જણાવાયું છે.