મકાન માલિકે મકાન વેચી નાખ્યા બાદ ચિંતામાં રહેતા આધેડે ચિંતામાં પગલું ભરી લીધુંમોરબી : મોરબીના વાવડી રોડ ઉપર સોમૈયા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા આધેડને મકાન માલિકે મકાન ખાલી કરવાનું કહેતા બીજું ભાડાનું મકાન ગોતવાની ચિંતામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા રાજેશભાઇ અમૃતલાલ ગોહિલ ઉ.52 નામના આધેડના મકાન માલિકે મકાન અન્ય વ્યક્તિને વેચી નાખ્યુ હોવાથી રાજેશભાઈને બીજું ભાડાનું મકાન મળતું ન હોવાથી ચિંતામાં ને ચિંતામાં ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.