રાણેકપર ગામે ગેરકાયદે ખડકાયેલા બાંધકામમાંથી દેશી દારૂ પણ મળી આવ્યો, ગ્રામ પંચાયતે ડીમોલેશનની નોટિસ પણ ફટકારીહળવદ : હળવદ પોલીસ અસામાજિક તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે. જેમાં આજે 5 જેટલા અસામાજિક તત્વોના ઘરે લાગેલા ગેરકાયદે વીજ કનેક્શનને વીજ અધિકારીઓને સાથે રાખી કાપી નાખવામાં આવ્યા છે. આ સાથે એક શખ્સના ગેરકાયદે બાંધકામને પાડી નાખવા નોટિસ પણ અપાવામાં આવી છે.હળવદ પોલીસે આજે અસામાજીક તત્વોના ઘરે તથા ધંધાના સ્થળ ઉપર તપાસ હાથ ધરી હતી. જેમાં રમણીક ઉર્ફે બુધ્ધો અવચરભાઇ શીપરા રહે.ગામ સુંદરગઢ તા.હળવદવાળાએ ગેરકાયદે વીજ કનેક્શન લીધેલ હોવાનું જણાય આવેલ હોય જેમાં આશરે એક લાખ એક લાખ એંસી હજાર રૂપિયા જેવો દંડ થઈ શકે છે.શક્તિસિંહ રાજુભાઇ ગોહિલ રહે ગામ માથક તા.હળવદવાળાએ ગેરકાયદે વીજ કનેક્શન લીધેલ હોવાનું જણાય આવેલ હોય જેમાં આશરે એક લાખ એક લાખ એંસી હજાર રૂપિયા જેવો દંડ થઈ શકે છે. પિન્ટુ અશોકભાઇ બોરણીયા અને મયુર અશોકભાઇ બોરણીયા રહે ગામ માથક તા.હળવદ વાળાએ ગેરકાયદે વીજ કનેક્શન લીધેલ હોવાનું જણાય આવેલ હોય જેના વિજવાયર કબ્જે કરી તેના વિરૂધ્ધ નોટીસની કાર્યવાહી કરવામાં આવેલ છે.મેહુલ રમણીકભાઇ ગોઠી રહે હળવદ કણબીપરા તા.હળવદવાળાએ ગેરકાયદે વીજ કનેક્શન લીધેલ હોવાનું જણાય આવેલ હોય જેમાં આશરે સીત્તેર હજાર રૂપિયાજેવો દંડ થઈ શકે છે. નવઘણભાઇ ગણેશભાઇ ઉડેચા રહે ગામ રાણેકપર તા.હળવદ વાળાએ પોતાના ગેરકાયદેસર બાંધકામ કરેલ જગ્યાએ ચેક કરતા દેશી દારૂ વેચાણ થતુ હોય દેશી દારૂ વેચાણનો કેશ કરવામાં આવેલ છે.તેમજ રાણેકપર ગ્રામ પંચાયત દ્રારા ડિમોલેશન કરવા નોટીસ આપી કાર્યવાહી કરવામાં આવેલ છે.આ કામગીરી મોરબી એસ.પી. રાહુલ ત્રિપાઠી તથા DySP સમીર સારડાની સુચના મુજબ હળવદ પી.આઇ આર.ટી વ્યાસ તથા તેમની ટીમ દ્રારા તેમજ પી.જી.વી.સી.એલ. જુનીયર એન્જીનીયર કે.પી પટેલ તથા એ.એમ.ચૌધરી તેની ટીમ દ્રારા કરવામાં આવી છે. તેમ યાદીમાં જણાવાયું છે.