મોરબી : મોરબીના સામાકાંઠે સો-ઓરડી વિસ્તારમાં તથા માળિયા વનાળિયા ગામમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો. મોરબીના વાવડી રોડ પર આવેલી ગુજરાત હોસ્પિટલના ડો. પાર્થ બીપીનભાઈ વ્યાસ દ્વારા જરૂરિયાતમંદ દર્દીને વિનામૂલ્યે તપાસીને 4 દિવસની દવા ફ્રીમાં આપી હતી.આ કેમ્પમાં તાવ, શરદી, ઉધરસ, કળતર તેમજ બીપી ચેકઅપ કરી આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 94 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આ તકે સંગઠન એકતા ગ્રુપ તથા ગણેશકુમાર સલંકી, ખાનભાઈ ચાવડા, ખીમજીભાઈ, મોરબી પાલિકાના પૂર્વ કાઉન્સિલર ગૌતમભાઈ સોલંકીએ ડો.પાર્થ બીપીનભાઈ વ્યાસનો આભાર વ્યક્ત કર્યો હતો.