ટંકારા : ટંકારા અમરાપર રોડ ઉપર ગત તા.14ના રોજ ટ્રેકટર રોડ નીચે ઉતરી પલ્ટી જતા આ અકસ્માત વેળાએ ડ્રાઇવિંગ કરી રહેલા યુવાને જીવ બચાવવા કૂદકો મારતા ટ્રેક્ટરની ટ્રોલીનું વ્હિલ ડ્રાઇવરના માથા ઉપર ફરી જતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય એકને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા - અમરાપર રોડ ઉપર ગંગા ગીર ગૌશાળા નજીક પસાર થતું ટ્રેકટર રોડ ઉપરથી નીચે ઉતરી પલ્ટી જતા ટ્રેકટર ચાલક આલમસિંહ ભુરસિંહ આલવા નામના ટ્રેકટર ચાલકે ટ્રેક્ટરમાંથી કૂદકો મારતા ટ્રોલીનું વ્હિલ માથા ઉપરથી ફરી જતા મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવના સાથે રહેલા ભુરસિંહ રામસિંગ અજાનંદાને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે ટંકારા પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.