બિનઅધિકૃત રીતે રહેતા આસામીઓને દુર કરવા મૂળ માલિકને નોટીસ અપાઈમોરબી : મોરબીના દલવાડી સર્કલ પાસે કામધેનુ બાયપાસ રોડ પર આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલા 680 આવાસોમાં આજે મોરબી મહાનગરપાલિકાના કમિશનર અને ડેપ્યુટી કમિશનર (પ્રોજેક્ટ) દ્વારા ફિલ્ડ સર્વે કરવામાં આવ્યો હતો.આ સર્વે દરમિયાન બિનઅધિકૃત રીતે રહેતા આસામીઓને દુર કરવા મૂળ માલિકને નોટીસ આપીને તાકીદ કરાઈ છે. આ ઉપરાંત રહેણાંક મકાન/ફ્લેટમાં જે લોકો ખાદ્ય ચીજવસ્તુની દુકાન ચલાવતા હોય તેવા આસામીને પણ દુકાન બંધ કરવા તાકીદ કરવામાં આવી છે. વધુમાં જે લાભાર્થીઓએ પોતાના આવાસ બંધ રાખેલા છે તેઓ તુરંત જ આવાસનો ઉપયોગ કાયમી માટે શરૂ કરે અન્યથા તેઓ વિરુદ્ધ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેમ કમિશનર દ્વારા જણાવાયું છે.