ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામની સીમમાં ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના વતની ખેતશ્રમિક પરિવારની યુવતી શારદીબેન રતનભાઈ રાઠવા ઉ.18ને અચાનક ચક્કર આવતા પડી જતા પ્રથમ ટંકારા બાદ મોરબી ખસેડવામાં આવતા તબીબે મૃતજાહેર કરી રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ કરાવતા ઝેરી અસરથી મૃત્યુ નિપજ્યાનું સામે આવ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.