આ ટ્રેન જૂન 2025 સુધી જ ચલાવાશે : ટાઇમટેબલ હવે જાહેર થશેમોરબી : પશ્ચિમ રેલવે દ્વારા ભુજ-મોરબી-રાજકોટ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેન તા.21 માર્ચથી શરૂ થવાની છે. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિકોની માંગણીને ધ્યાને લઇ ભુજ-મોરબી- રાજકોટ વચ્ચે 21 માર્ચથી સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હાલ તો આ ટ્રેન જૂન 2025 સુધી જ ચલાવવાનું જાહેર કરવામાં આવ્યું છે. વધુમાં ટાઇમટેબલ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. બીજી તરફ આ ટ્રેન શરૂ કરવા બદલ સાંસદ વિનોદભાઈ ચાવડાએ વડાપ્રધાન અને રેલવે મંત્રીનો આભાર માન્યો છે.