હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હળવદ તાલુકાના કોયબા ગામની સીમમાં બાતમીને આધારે વોકળા કાંઠે આરોપી જીતેન્દ્ર ઉર્ફે સુખદેવસિંહ ઉર્ફે એસપી પથુભા ચાવડા રહે.કોયબા વાળાના કબજા ભોગવટા વાળી ઓરડીમાં દરોડો પાડી વિદેશી દારૂની 180 મીલીની 49 બોટલ કિંમત રૂપિયા 7105 તેમજ કિંગ ફિસર બિયરના 24 ટીન કિંમત રૂપિયા 3000 મળી કુલ રૂપિયા 10,150નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.