મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 18 માર્ચ ને મંગળવારના રોજ જીરું, કપાસ, ઘઉં, તલ, મગફળી, બાજરો, મેથી, તુવેર, ચણા, એરંડા, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 1300 ક્વિન્ટલ એટલે કે 6500 મણ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 3940 રૂપિયા સુધી બોલાયા છે. જ્યારે 198 ક્વિન્ટલ એટલે કે 990 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા 1472 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 1541 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 571, તલના 1920, મગફળી (જીણી)ના 1050, બાજરાના 540, મેથીના 1091, તુવેરના 1313, ચણાના 1045, એરંડાના 1218, રાયના 1040 અને રાયડાના 1040 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 900 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 900 રૂપિયા, ગુવારના 1800 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 240 રૂપિયા, કોબીજના 80 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 2300 રૂપિયા, દુધીના 240 રૂપિયા અને સુક્કી ડુંગળીના 460 રૂપિયા ભાવ બોલાયા છે.