ગાંધીનગર ખાતે જઈ કર્મચારીઓ ધરણા કરી પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ કરશેમોરબી : મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગ NHM કર્મચારી પડતર પ્રશ્ને કાલે તા.19ના રોજ એક દિવસ માસ સીએલ ઉપર ઉતરશે. આ કર્મચારીઓ ગુજરાત રાજ્ય નેશનલ હેલ્થ મિશન યુનિયનના નેજા હેઠળ ગાંધીનગર ખાતે જઈ ધરણા કરશે. કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ કરી રહ્યા છે. જેમાં તા ૧૬/૦૩/૨૪ ના રોજ કરવામાં આવેલ પગાર વધારા ના પરિપત્ર માં NHM કર્મચારી ના બેઝ પે માં થયેલ વિસંગતા તાત્કાલિક દૂર કરવી, તા ૧૬/૦૩/૨૪ ના રોજ કરવામાં આવેલ પગાર વધારા ના પરિપત્ર માં ઇન્ક્રીમેન્ટ ૫% લેખે મળેલ છે તે વધારી ને ૧૫% કરવુ, તા ૧૫/૧૧/૧૮ તેમજ તા ૧૬/૦૩/૨૪ ના પરિપત્ર માં સિનિયોરિટીને ધ્યાન માં લેવા માં આવેલ નથી તેનો અમલ કરવો, પ્રસુતિની રજા ૧૮૦ દિવસની મળે છે જેમાં ૯૦ દિવસ પગારી અને ૯૦ દિવસ બિનપગારી તો તેમાં સુધારો કરી ૧૮૦ દિવસ કરી આપવામાં આવે, NHM કર્મચારીને EPF લાભ આપવો, કોવિડ ૧૯ ના સમયગાળા દરમિયાન ૧૩૦ દિવસનોપગાર કરી આપવામાં આવે, NHM કર્મચારીને જિલ્લા બદલી કરી આપવામાં આવે, NHM કર્મચારીઓને મૃત્યુ સહાય પેઠે ૨ લાખ મળે છે જે વધારીને ૧૦ લાખ કરી આપવામાં આવે તેવી માંગ છે.