ટંકારા : ટંકારાના જોધપર ઝાલા ગામે દારૂ તેમજ પોલીસ પર અસર કરવા સહિતના અલગ અલગ ગુનાના આરોપી એવા કુલદીપસિંહ પ્રવિણસિંહ ઝાલા અને તેમના ભાઈ જયપાલસિંહ પ્રવિણસિંહ ઝાલાએ લીધેલું ગેરકાયદે વીજ કનેક્શન દુર કરવામાં આવ્યું છે.આજ રોજ ડીવાયએસપી સમીર સારડા, પીઆઈ કે.એમ. છાશીયા સહિતની પોલીસની ટીમ કુલદીપસિંહ ઝાલા અને જયપાલસિંહ ઝાલાના ઘરે પહોંચી હતી. જ્યાં ગેરકાયદે વીજ કનેક્શન લીધેલું હોવાનું જણાતા એન્જિનિયર ડી.જે. મનાત અને જીઈબી પડધરીના કે.જે. કોચરાને બોલાવીને આ કનેક્શન દુર કરવામાં આવ્યું હતું. આ અંગેની ફરિયાદ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે. જેમાં એક લાખ રૂપિયા જેટલો દંડ પણ થઈ શકે છે.