જો પ્રશ્નોનો ઉકેલ નહિ આવે તો એસોસિએશનના રાજ્યભરના તબીબો ૭ એપ્રિલના રોજ માસ સીએલ ઉપર ઉતરશેમોરબી : ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણમાં ફરજ બજાવતા ઇન-સર્વિસ તબીબોએ પડતર પ્રશ્નોને લઈને આજે જિલ્લા કલેકટર અને ડીડીઓને આવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે તેઓના પ્રશ્નો અને માંગણીઓની રજુઆતો વિશે સરકારમાં ચર્ચા-બેઠકો પણ યોજાઈ છે. છતાં પ્રશ્નોનો કોઈ ઉકેલ ન આવતા એસોસીએશનના તમામ તબીબો ૭ એપ્રિલના રોજ રાજ્યવ્યાપી માસ સીએલ કરી વિરોધ દર્શાવશે. ગુજરાત ઇનસર્વિસ ડૉક્ટર્સ એસોસિએશને માંગણી કરી છે કે લાંબા સમયથી વિલંબમાં પડેલા તબીબોના સેવા સળંગ અંગેના હુકમ તાત્કાલિક બહાર પાડવામાં આવે, લાંબા સમયથી મેડીકલ ઓફિસરનાં પેન્ડીંગ સિનીયોરીટી લીસ્ટ તાત્કાલિક બહાર પાડવામાં આવે, ટીકુ સમયસર મળવામાં રહેલ અનિયમિતતા બાબત (વર્ષ ૨૦૧૬-૧૭ ના CR ઓનલાઈનનાં હોવાથી-ઓફલાઈન સ્વીકારી ટીકુનો લાભ સમયસર આપવો/ ઓફલાઈન CR સ્વીકારી ટીકુનો લાભ મંજુર કરવા સરકાર દ્વારા કોમન પરિપત્ર કરવો), કોવિડનાં સમય દરમ્યાન પોતાના જીવના જોખમે કામગીરી કરેલ ડોક્ટરને ૧૩૦ દિવસનો પગાર આપવો, ડેન્ટલ કોલેજ ખાતે ફરજ બજાવતા ડેન્ટલ સર્જન વર્ગ-ર ને મળતા ટીકુના લાભની જેમ જ પેરીફેરીમાં સેવા આપતા ડેન્ટલ સર્જન વર્ગ-૨ ને ટીકુનો લાભ આપવો, જુનિયર રેસીડેન્ટ ડોક્ટર/ટ્યુટર સ્ટાઈપેન્ડ અને બોન્ડેડ/કોન્ટ્રાક્ચુઅલ ડોકટરના પગારમાં વિસંગતતા દૂર કરવી, હાલ રીટાયર્ડ થતા ડોક્ટરો પાસેથી ૨૦૦૬-૨૦૦૯ નાં સમયગાળા દરમ્યાન નું NPA ની વસુલાત કરવામાં આવે છે, તે ડોક્ટર એસોશિયેશન તરફ થી કરેલ કોર્ટ કેસમાં ડોકટરના તરફેણમાં જજમેન્ટ આવેલ હોય તેઓની વસુલાત નહિ કરવાનો હુકમ વિભાગ તરફથી કરવામાં આવેલ નથી, તે સત્વરે કરવામાં આવે.CHC ખાતે IPHS 2022 મુજબ નું મહેકમ ઓછામાં ઓછુ ૬ રેગ્યુલર તબીબી અધિકારી વર્ગ-૨ રાખવું, ત્રીજું ટીકુ જે ૧૯ વર્ષની સેવા બાદ મળતું હોય છે તે જે તે સમયસર મળવું જોઈએ. (૧૫%ની ગણતરી બંધ કરવી), ઇન સર્વિસમાં અનુસ્નાતક નો અભ્યાસ કરવા જતા ડોકટરોને પગાર સાથે અભ્યાસ કરવા મંજુરી આપવી અને અનુસ્નાતકનો અભ્યાસ પૂર્ણ કરેલ ઇન સર્વિસ તબીબને તાત્કાલિક લાયકાત મુજબ બઢતી આપી વર્ગ-૧ની જગ્યાઓ સત્વરે ભરવી.મેડીકલ ઓફિસર વર્ગ-રની GPSC દર વર્ષે લેવામાં આવે તે પ્રમાણે આયોજન કરવું. તજજ્ઞ વર્ગ-૧ તબીબોના ટીકુ કમીશન અન્વયે જરૂરી ખાનગી અહેવાલમાં VERY GOOD' ના બદલે GOOD ના રીમાર્કસને ધ્યાને લઇ સત્વરે ટીકુના આદેશ કરવા, આરોગ્ય વિભાગ હસ્તકની કમિશ્નરશ્રીની કચેરી તેમજ તેમના તાબા હેઠળની તમામ કચેરી કે જયા વર્ગ-૧ની જગ્યાઓ ચાર્જમાં ચાલે છે / ખાલી રહેલ છે. આ જગ્યાઓમાં સમયસર બઢતી આપી તમામ જગ્યાઓ સત્વરે ભરવી અને કાયમી નિમણુક કરવી, જયાં ખાલી જગ્યા હોય ત્યાં ચાર્જની વ્યવસ્થા માટે સિનિયોરીટીને જ ધ્યાને લેવી.ડોક્ટરો માટે નિવૃત્તિની વયમર્યાદા ૫૮ વર્ષ કે કર વર્ષ ઓપ્શનલ રાખવી.જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા આરોગ્ય કચેરી કક્ષાએ વર્ષોથી ખાલી રહેલી વહીવટી અધિકારીની જગ્યાઓ સત્વરે ભરવી.GPSC પાસ કર્યા બાદ CPF ખાતુ ખોલવા માટે લાંબાગાળાના આદેશની જરૂર પડતી હોય છે, જેના કારણે CPF ખાતુ ખોલાવવામાં વિલંબ થાય છે તે અંગે સત્વરે નિસકરણ લાવવું.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તક ફરજ બજાવતા ઈન સર્વિસ તબીબી માટે તેઓના ટેકનીકલ અધિકારી અધિક નિયામક હોઈ તેઓને ડોક્ટરોના વહીવટી પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે વહીવટી સત્તાઓ આપવી.