કોર્ટે વેપારીને રૂ.૨૨ લાખની રકમ ૭% વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા કર્યો હુકમમોરબી : મોરબીના લાલપર ગામે આવેલ પ્લેટીના વીટ્રીફાઈડ પ્રાઇવેટ લિમિટેડને હૈદરાબાદની રોયલ ટ્રેડીંગ કંપની નામની પેઢી પાસેથી લેણી રકમ રૂ. ૨૨,૦૨,૨૦૪/- સાથે ૭% વ્યાજ અને ખર્ચ સહિતની રકમ વસૂલવા મોરબીના પ્રિન્સિપાલ સિનિયર સીવીલ જજ સાહેબએ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.કેસની વિગત એવી છે કે, હૈદરાબાદની રોયલ ટ્રેડીંગ કંપની નામની પેઢીના પ્રોપરાઇટરે, મોરબીના લાલપર ગામે આવેલ પ્લેટીના વીટ્રીફાઈડ પ્રાઇવેટ લિમિટેડ પાસેથીમાં માલ ખરીદ કરેલ હતો. જેમાં રોયલ ટ્રેડીંગ કંપની એ બાકી નીકળતી રકમ રૂ. ૨૨,૦૨,૨૦૪/- ચૂકવવામાં ગલ્લા તલ્લાં કરતાં પ્લેટીના વીટ્રીફાઈડ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટરએ તેમની કંપનીના એડવોકેટ શ્રી કેતનકુમાર કે. નાયક તેમજ નલીનકુમાર ટી. અઘારા મારફત લીગલ ડિમાન્ડ નોટિસ મોકલેલ હતી. તેમ છતાં રોયલ ટ્રેડીંગ કંપનીના પ્રોપરાઇટરએ બાકી રકમ ન ચૂકવતા નાછૂટકે પ્લેટીના વીટ્રીફાઈડ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટરએ મોરબીના પ્રિન્સિપાલ સિનિયર સીવીલ જજ સાહેબ સમક્ષ બાકીની રકમ વસૂલ કરવા માટે દાવો દાખલ કરેલ હતો.સદરહુ, દાવામાં રોયલ ટ્રેડીંગ કંપની સામે સમન્સ/નોટિસ કાઢવાનો હુકમ કરેલ હતો. બાદમાં વાદીની દાવા અંગેની હકીકત, સોગંદનામાં, લેખિત પુરાવા તેમજ વાદીના વકીલની દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને મોરબીના પ્રિન્સિપાલ સિનિયર સીવીલ જજ સાહેબે પ્લેટીના વીટ્રીફાઈડ પ્રાઇવેટ લિમિટેડને હૈદરાબાદની રોયલ ટ્રેડીંગ કંપની નામની પેઢી પાસેથી લેણી રકમ રૂ. ૨૨,૦૨,૨૦૪ સાથે દાવો દાખલ કર્યાથી ૭% વ્યાજ અને ખર્ચ સહિતની રકમ વસૂલવાનો હુકમ કરેલ છે. સદરહુ દાવામાં પ્લેટીના વીટ્રીફાઈડ પ્રાઇવેટ લિમિટેડ વતી એડવોકેટ તરીકે કેતનકુમાર કે. નાયક તેમજ નલીનકુમાર ટી. અઘારા રોકાયેલ હતા. તેમ યાદીમાં જણાવાયું છે.