મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે મોરબી મહાનગરપાલિકા વિસ્તારના વિવિધ વિસ્તારમાં શ્રમદાન ફોર મોરબી અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે આગામી તારીખ 20 માર્ચ ને ગુરુવારના રોજ સવારે 9-30 કલાકે શ્રમદાન ફોર મોરબી અન્વયે મોરબીના સર્કિટ હાઉસ મેઈન રોડ ખાતે સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ સફાઈ ઝુંબેશ અભિયાનમાં લોકોનો સહકાર જરૂરી હોય શહેરની સામાજિક, ધાર્મિક, બિન સહકારી સંસ્થાઓ તેમજ નગરજનોને આ અભિયાનમાં જોડાવવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે.