ટંકારા : આર્યસમાજ ટંકારાની યુવા પાંખ આર્યવીર દળ- ટંકારા દ્વારા આગામી તારીખ 23 માર્ચ ને રવિવારે રાત્રે 8 કલાકે અમર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ટંકારામાં મશાલ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ મશાલ રેલી 23 માર્ચે 8 કલાકે ટંકારાના આર્યનગર ખાતેના ધીરુભાઈના ઘરેથી પ્રસ્થાન થશે. ત્યાંથી મહર્ષિ દયાનંદ હોસ્પિટલ, નીરવ ડેરી, નાશા સ્કૂલ, પરમાર સાહેબની શેરી (લક્ષ્મીનારાયણ-2), ભરવાડ વાસ, દયાનંદ ચોક, ઘેટીયાવાસ, ઉગમણા નાકા, લીમડા ચોક (અરવિંદભાઈના ઘર પાસે), ગાયત્રીનગર, રૂપાવટી, દેવીપૂજક વાસ રોડ, સરકારી દવાખાના વાળો રોડ, ગફારભાઈની દુકાન, મઠવાડી શેરી થઈને આર્ય સમાજ ત્રણ હાટડી શેરીમાં મશાલ રેલીનું વિસર્જન થશે.