મોરબી : તા. 16-3-2025ના રોજ મોરબી ખાતે સંત શ્રી વેલનાથ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત કન્યા છાત્રાલયના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન પ્રદેશ અધ્યક્ષ ધર્મેશભાઇ જંજવાડીયાની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી વેલનાથ ધામ હરીપર પાળથી ભગત બાપુ, પૂર્વ ધારાસભ્ય પરશોતમભાઇ સાબરીયા, દીનેશભાઇ મકવાણા, નટુભાઈ કુવારીયા સહિતના અનેક મહાનુભાવો તથા દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કલાકારો બટુક ઠાકોર, સોનલબેન ઠાકોર, રાજુભાઈ સાકળીયા, આરતી ઠાકોર અને બાળકલાકાર ધર્મેશ બાલોદ્રા દ્વારા રંગ કસુંબલ કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો.