મોરબી : વિશ્વ ગ્રાહક સપ્તાહ નિમિત્તે મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીના સૌજન્યથી 21 માર્ચ ને શુક્રવારના રોજ દશાશ્રી માળીની વાડીમાં જાગો ગ્રાહક જાગો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.છેલ્લા 28 વર્ષથી મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવે છે. તારીખ 21 માર્ચના રોજ મોરબીની દશાશ્રી માળીની વાડીમાં આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અધિકારી વર્ગ ઉપસ્થિત રહીને ગ્રાહકોને માર્ગદર્શન અને પ્રશ્નોનું નિરાકરણ આપશે. આ સેમિનારમાં કર્મનિષ્ઠ કર્મચારી, પ્રામાણિક વેપારી, સામાજિક સંસ્થાઓ તથા સમાજ સેવકના એવોર્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવશે. આ સેમિનારમાં ઉદઘાટક તરીકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, પ્રમુખ તરીકે પૂર્વ સાંસદ રામાબેન માવાણી અને મુખ્ય મહેમાન તરીકે ડેપ્યુટી કલેક્ટર સુશીલ પરમાર ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત પુરવઠા અધિકારી જેમીન કાકડીયા, મામલતદાર એન.પી. ધનવાણી, મામલતદાર બી.એસ. પટેલ, રામજીભાઈ માવાણી, મુકેશભાઈ કુંડારીયા, મુકેશ ઉધરેજા, મોરબી બિલ્ડર એસોસિએશનના પ્રમુખ સંતોષભાઈ શેરશીયા, ઘનશ્યામભાઈ દવે- હળવદ, હરેશભાઈ બોપલીયા, ઘનશ્યામસિંહ ઝાલા સહિતના મહેમાનો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.