મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગાંધી ચોકમાં દરોડો પાડી જાહેરમાં ચલણી નોટ ઉપર નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી (2) અબ્બાસભાઇ અકબરભાઇ ખુરેશી (2) નીતીનભાઇ તરશીભાઇ ચાવડા (3) સફીભાઇ તારમામદભાઇ મોટલાણી (4) મનીષભાઇ મહાદેવભાઇ મહાલીયા અને (5) ભાવેશભાઇ જેન્તીભાઇ ઠક્કરને રોકડા રૂપિયા 3150 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.