મોરબી : મોરબી શહેરમાં તારીખ 16 માર્ચ ને રવિવારના રોજ સેવા ભારતી ગુજરાત સંલગ્ન ડો. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા 12માં સ્થળ પર બાલ સંસ્કાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. મોરબીના ઉમિયાનગર માળિયા વનાળીયા વિસ્તારમાં આરએસએસના લાલબાગ ઉપનગરની પરશુરામ વસ્તી હેઠળ છત્રપતિ વીર શિવાજી બાલ સંસ્કાર કેન્દ્રનો વિધિવત્ પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રગતિબેન રણછોડભાઈ સનારિયા બાલ કેન્દ્રના સંચાલિકા દ્વારા આજના કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું. પ્રિયાબેન દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી. આ શુભ અવસરે મોરબી જિલ્લા સેવા પ્રમુખ લાલજીભાઈ કુનપરા, હરિભાઈ સરડવા, પ્રાણજીવનભાઈ વિડજા, પ્રહલાદભાઈ પંડ્યા તથા સ્થાનિક અગ્રણીઓ સંજયભાઈ, પિયુષભાઈ સનારીયા અને માતાઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.