મોરબી : આજ રોજ તારીખ 17-3-2025ના સૌજન્ય ગૌરીબેન ગણેશભાઈ પટેલ - વરમોરા પરિવાર દ્વારા પિતા ગણેશ બાપાની પુણ્યતિથિ નિમિત્તે ડો. હસ્તલેખાબેન મહેતાના એક દિવસીય 164 કેમ્પ સાથે પ્રેમપ્રકાશ સ્વામીના માર્ગદર્શન દ્વારા ચાલતી સંસ્કાર બ્લડ બેંક દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન સનહાર્ટ ગ્રુપ જયસન સિરામિક, 8A નેશનલ હાઇવે, ઢુવા, મોરબી ખાતે કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં આવેલ દર્દીઓને ત્રણ દિવસની દવા, વજન તેમજ જરૂરિયાત મુજબ બ્લડ સુગર ટેસ્ટ તેમજ બીપી ચેક કરી આપવામાં આવ્યું હતું. આ કેમ્પ અંતર્ગત રક્તદાન કેમ્પમાં સ્વેચ્છાએ રક્તદાન માટે રક્ત દાતાઓ ઉમટી પડ્યા હતા અને બે કલાકમાં 78 બોટલ જેટલું રક્ત એકત્ર થયું હતું. ત્યારબાદ 101 બોટલ જેટલું રક્તદાન થયું. આ કેમ્પને સફળ બનાવવા માટે ગણેશ બાપા પરિવારના સુપુત્ર ગોવિંદભાઈ વરમોરા તથા અન્ય પરિવારના સભ્યો તેમજ સિરામિક સ્ટાફ દ્વારા સુંદર શિસ્તબદ્ધ આયોજન સાથે સંસ્કાર બ્લડ બેંકના સ્ટાફ તેમજ સમગ્ર ટીમે સુંદર કામગીરી કરી હતી. જયસુખભાઈ ભાલોડિયા દ્વારા કુદરતી બક્ષિશ જેવી પોઇન્ટ દબાવીને વિશિષ્ટ પ્રકારની સારવારથી દર્દીને રાહતનો અનુભવ થયો હતો. કેમ્પ સહાયક તરીકે રશ્મિનભાઈ દેસાઈ, કેતનભાઈ મહેતા, બિંદુબેન દવેએ સેવા આપી હતી.