આ પૂર્વે પણ કપાસ કાપી નાખ્યાની રાવ : ખેડૂતે ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સને પકડી લીધોમોરબી : માળિયા મિયાણાના સુલતાનપુર ગામે એક શખ્સે ખેડૂતનો જીરૂનો તૈયાર પાક સળગાવી નાખ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ખેડૂત દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવામાં આવતા પોલીસે શખ્સની ધરપકડ કરી છે આ મામલે માળિયા મિયાણાના સુલતાનપુર (નવા વીઠલનગર) ગામના ખેડૂત રતીલાલ નરશીભાઈ દસાડીયાએ જણાવ્યું કે ગામના જ એક શખ્સે તેઓના જીરૂના પાકના જે ઢગલા હતા તેને સળગાવી નાખ્યા છે. અંદાજે 3 મણ જેટલું જીરૂ હતું. આ પહેલા પણ આ શખ્સે કપાસ કાપી નાખ્યો હતો. આ મામલે તેઓએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.માળિયા મિયાણા પીઆઇએ જણાવ્યું કે ખેડૂતની ફરિયાદના આધારે જયસુખભાઈ જયંતીલાલ સિસણદા (રહે.સુલતાનપુર) નામના શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ શખ્સને પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.