અમદાવાદના તબીબે ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવીમોરબી : મોરબી - કચ્છ નેશનલ હાઇવે ઉપર સુરજબારી પુલ નજીક નશામાં ચૂર બનેલા ટ્રક ચાલકે અમદાવાદ રહેતા તબીબની કારને ટક્કર મારી અકસ્માત સર્જી કારમાં નુકશાન પહોંચાડતા અકસ્માતના આ બનાવ અંગે તબીબે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.15ના રોજ રાત્રીના બારેક વાગ્યાના અરસામાં અમદાવાદ જજીસ બંગલો રોડ ઉપર રહેતા ડો.જીલ ચંદુભાઈ ઝાલાવડીયા નામના તબીબ પોતાની બ્રેઝા કાર લઈને જતા હતા એ વેળાએ ટ્રક નંબર જીજે - 12 - બિટી - 0147ના ચાલક આરોપી રાજુભા હરિસિંહ વાઘેલા રહે.બાવરડા, તા. સાંતલપુર, જિલ્લો પાટણ વાળાએ નશાની હાલતમાં બ્રેઝા કારને ટક્કર મારી અકસ્માત સર્જી નુકશાન પહોંચાડતા અકસ્માતની આ ઘટના અંગે ડો.જીલ ઝાલાવડીયાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.