ગત રાત્રીનો બનાવ : ચાર તસ્કરોની કળા સીસીટીવી કેમેરામાં પણ કેદ : 2 તોલા જેટલુ સોનાની અને 1 કિલોથી વધુ ચાંદીની વસ્તુઓની ચોરીમોરબી : ટંકારાના સરાયા ગામે તસ્કરોએ મંદિરને પણ ન છોડ્યું હોય ત્યાં પણ તસ્કરીને અંજામ આપતા ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે. બીજી તરફ આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના સરાયા ગામે જુના ગામ વિસ્તારમાં રામજી મંદિર પાસે આવેલા બહુચર માતાજીના મંદિરે ગત મોડી રાત્રે ચાર તસ્કરોએ ધામાં નાખ્યા હતા. તેઓએ ચોરીને અંજામ આપ્યો હતો. આ અંગે ગામના અમરશીભાઈએ જણાવ્યું કે ચાર ચોર હતા. તેઓએ ચેન, જુમર, બુટીયું સહિતની વસ્તુઓ ચોરી હતી. જેમાં 2 તોલા જેટલું સોનું અને 1 કિલોથી વધુ ચાંદી હતું. ઉલ્લેખનીય છે કે તસ્કરોએ મંદિરમાં ચોરીને અંજામ આપતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.