પંદર દિવસ પૂર્વે બનેલા અકસ્માતમાં એક ઇજાગ્રસ્ત, ફરિયાદ નોંધાઇવાંકાનેર : વાંકાનેર - કુવાડવા રોડ ઉપર કલાવડી ગામ નજીક ઇકો કારના ચાલકે ગત તા.1ના રોજ રાત્રીના સમયે એક્ટિવા મોટર સાયકલને હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય એકને ઇજા પહોંચતા બનાવ અંગે ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.1 માર્ચના રોજ રાત્રીના દસેક વાગ્યાના અરસામાં વાંકાનેર કુવાડવા રોડ ઉપર કલાવડી ગામના પાટિયા પાસે જીજે - 03 - જેસી - 7186 નંબરની ઇકો કારના ચાલકે જીજે - 36 - એડી - 6069નંબરના એક્ટિવા મોટર સાયકલને હડફેટે લેતા ગોપાલ ઉર્ફે વિશાલ પરબતભાઇ બાંભવાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા સંદીપભાઈને ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના આ બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.