મોરબી : મોરબીના ઉંચી માંડલ ગામે આવેલા શ્રી બાલા હનુમાનજી દાદાના મંદિરની 10મી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા તિથિ નિમિત્તે આગામી તારીખ 21 માર્ચ ને શુક્રવારે રાત્રે 9 કલાકે સંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.બજરંગ ગૌ સેવા મંડળ દ્વારા બાલા હનુમાનજી મંદિર ખાતે 21 માર્ચે સંતવાણી કાર્યક્રમ યોજાશે. જેમાં ભજનીક હર્ષદ પટેલ, અશ્વિન પટેલ અને જયદીપ ભટ્ટી સાજીંદાઓની સંગાથે ભજનની રમઝટ બોલાવશે. તો આ સંતવાણીનો લ્હાવો લેવા સર્વે ભક્તોને જાહેર આમંત્રણ પાઠવાયું છે.