મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 15 માર્ચ ને શનિવારના રોજ જીરું, કપાસ, ઘઉં, મગફળી, તુવેર, ધાણા, ચણા, એરંડા, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 645 ક્વિન્ટલ એટલે કે 3225 મણ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 3718 રૂપિયા સુધી બોલાયા છે. જ્યારે 55 ક્વિન્ટલ એટલે કે 275 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા 1470 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 522, જીણી મગફળીના પ્રતિમણ 1008, તુવેરના 1371, ધાણાના 1500, ચણાના 1036, એરંડાના 1210, રાયના 1113 અને રાયડાના 1031 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 700 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 800 રૂપિયા, ગુવારના 1800 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 80 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 2400 રૂપિયા, દુધીના 240 રૂપિયા અને સુક્કી ડુંગળીના 460 રૂપિયા ભાવ બોલાયા છે.