રાજ્ય સરકારે આવક અને સમય મર્યાદા બન્ને વધારવાનો નિર્ણય લીધો મોરબી : રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ થતા એડમિશનને લઈ ગુજરાત સરકારે મહત્વના નિર્ણય લીધો છે. અત્યાર સુધી RTE એડમિશન માટે ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.50 લાખની આવક મર્યાદા હતી. જે વધારીને 6 લાખ રૂપિયા કરવાનો નિર્ણય કરાયો છે. આ સાથે ઓનલાઈન અરજી કરવાની મુદતમાં પણ વધારો કર્યો છે. RTEમાં એડમિશન માટે ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.50 લાખની આવક મર્યાદા હતી. જેના કારણે તેનાથી વધુ આવક ધરાવતા વાલીઓ આ યોજનાનો લાભ લઈ શકતા ન હતા. પરંતુ, હવે 6 લાખની આવક મર્યાદા કરી દેવાતા અનેક બાળકોને આ યોજનાનો લાભ મળી શકશે. આ વર્ષે જ વાલીઓ આ યોજનાનો લાભ લઈ શકે તે માટે સરકારે ઓનલાઈન અરજી કરવાની મુદત વધારીને 15 એપ્રિલ કરી આપી છે.