ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને નાયબ કમિશનર સંજય સોની સહિતનાની ઉપસ્થિતિhttps://youtu.be/G-rgbjxkUBIમોરબી : મોરબી શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલા સોનાપુરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્મશાન ગૃહમાં નવી ગેસ આધારિત ભઠ્ઠી તથા નવા બિલ્ડિંગ બાંધકામનું લોકાર્પણ કરવામાં આવશે.મોરબીના વેજીટેબલ રોડ પર આવેલા સોનાપુરી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્મશાન ગૃહમાં કેન્દ્રીય 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી બનાવેલી નવી ગેસ આધારિત બીજી સ્મશાન ભઠ્ઠી તથા નવા બિલ્ડિંગ બાંધકામનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા અતિથિ વિશેષ તરીકે નાયબ કમિશનર સંજયકુમાર સોની ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ નાયબ કમિશનર સંજયકુમાર સોનીએ જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા અગાઉ 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂ.74.98 લાખ ફાળવવામાં આવ્યા હતા. ઉપરાંત ટ્રસ્ટીઓએ ખૂટતી કામગીરી પોતાની રીતે ફંડ એકત્ર કરી કરાવી લીધી છે.