ધોરણ 12ના તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ફ્રી ઓપન સ્કૂલ ફેરવેલ ફંક્શનનું આયોજનમોરબી : મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ માટે ફ્રી ઓપન સ્કૂલ ફેરવેલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 16 માર્ચ ને રવિવારના રોજ સાંજે 4 થી રાત્રે 9 કલાક સુધી વીરપર સ્થિત નવયુગ કોલેજ ખાતે આ ફ્રી ઓપન સ્કૂલ ફેરવેલ ફંક્શન યોજાશે.આ ફંક્શનમાં કોઈપણ સ્કૂલના વિદ્યાર્થીઓ આવી શકશે. તમામને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે. આ ફેરવેલ ફંક્શનમાં વિદ્યાર્થીઓ માટે ડી.જે પાર્ટી, ડાન્સ અને મુવીનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ માટે બપોરે 3 કલાકે જીઆઈડીસી, ગેંડા સર્કલ અને સ્વાગત ચોકડી જેવા સ્ટોપ પરથી આવવા જવા માટે ફ્રી બસની સુવિધા પણ રાખવામાં આવી છે. આ આયોજનમાં જોડાવવા માટે મો.નં. 9687677514 નંબર પર રજિસ્ટ્રેશન કરાવવું અથવા forms.gle/us8TnEtwVnPvEhGf6 લિંક પર જઈને ગુગલ ફોર્મમાં માહિતી મોકલવા જણાવાયું છે.