ખેડૂતે વળતર માટે રજુઆત કરતા પીજીવીસીએલ દ્વારા સ્થળ તપાસ કરી રિપોર્ટ ડિવિઝન કચેરીને સોપાયોટંકારા : ટંકારાના છતર ગામે વાડીમાં શોર્ટ સર્કિટના કારણે ખેડૂતનો 30 મણ જેટલો એરંડાનો પાક બળી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પીજીવીસીએલ દ્વારા સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટંકારા તાલુકાના છતર ગામના ખેડૂત અમુભાઈ પરમાર દ્વારા પીજીવીસીએલના ટંકારા સબ ડિવિઝનના નાયબ ઇજનેરને રજુઆત કરવામાં આવી હતી કે ગત તા.13ના રોજ સાંજના સમયે શોર્ટ સર્કિટના કારણે તેમનો 30 મણ એરંડાનો પાક બળી ગયો છે. જે મામલે પીજીવીસીએલ દ્વારા વળતર ચૂકવવામાં આવે. આ રજુઆત અન્વયે નાયબ ઇજનેરની ટિમ દ્વારા સ્થળ તપાસ કરી તેનો રિપોર્ટ ડિવિઝન કક્ષાએ મોકલવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવ્યું છે.