સરાયા રોડ ઉપરથી પકડાયેલ શખ્સની પૂછતાછ બાદ સપ્લાયરની વાડીમાં દરોડો ટંકારા : ટંકારા પોલીસે સરાયા રોડ ઉપરથી એક શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લીધા બાદ મુખ્ય સપ્લાયરનું નામ ખોલાવી જીવાપર ગામે વાડીમાં બીજો દરોડો પાડી દારૂ બિયરનો મોટો જથ્થો પકડી પાડી બન્નેની ધરપકડ કરી હતી.પ્રથમ દરોડામાં ટંકારા પોલીસે સરાયા નજીકથી આરોપી પ્રિન્સ મગનભાઈ ભાગીયા રહે.સાવડી ગામ વાળાને વિદેશી દારૂના 11 ચપલા કિંમત રૂપિયા 1562 સાથે ઝડપી લેતા દારૂનો આ જથ્થો હર્બટિયાળી ગામે રહેતા ગિરીશ સંઘાણી પાસેથી મેળવ્યાની કબુલાત આપી હતી.બીજી તરફ પોલીસની બીજી ટીમે આરોપી ગિરીશ નરસીભાઈ સંઘાણીની જીવાપર નજીક આવેલ વાડીમાં દરોડો પાડતા વાડીમાંથી વિદેશી દારૂના 83 ચપલા તેમજ બિયરના 93 ટીન મળી આવતા કુલ રૂપિયા 44600નો દારૂ બિયર તેમજ 5000 નો મોબાઈલ મળી કુલ 49,660નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.