હળવદ : હળવદ નગરપાલિકા, નગરપાલિકા પ્રમુખ તથા તમામ પદાધિકારીઓ દ્વારા સેનીટેશન શાખાના 130 કર્મચારીઓને હોળી નિમિત્તે કીટ વિતરણ કરી હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હળવદ નગરપાલિકા પ્રમુખ ફોરમબેન વિશાલભાઈ રાવલ, ઉપપ્રમુખ સતિષભાઈ પટેલ, કારોબારી ચેરમેન મહેશભાઈ કણઝરિયા, ચીફ ઓફિસર તુષાર આર. ઝાલરિયા સહિત સર્વે સદસ્યો દ્વારા હોળી ધૂળેટી પર્વ નિમિત્તે સેનીટેશન શાખાના કર્મચારીઓને ખજૂર -ધાણી -દાળિયાની કીટ વિતરણ કરી હતી. આ સાથે જ હોળી ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, શહેરને સ્વચ્છ રાખવામાં સેનીટેશન શાખાના કર્મચારીઓનો મહત્વનો ફાળો હોય છે. તેઓ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવતા હોય છે. ત્યારે વર્ગ- 4ના કર્મચારીઓનું સન્માન જળવાઈ તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, શહેર ભાજપના પૂર્વપ્રમુખ અજયભાઈ રાવલ, શહેર ભાજપપ્રમુખ તપનભાઈ દવે, મહામંત્રી રમેશભાઈ ભગત સહિત હળવદ નગરપાલિકાના સર્વે સદસ્યો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ માન્ય પદાધિકારી જયંતીભાઈ કવાડિયા તેમજ માન્ય ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તથા દાદાભાઈ ડાંગર, તથા અનિલભાઈ પટેલ તેમજ તમામ આગેવાનો દ્વારા માર્ગદર્શન પૂરું પાડેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા હળવદ નગરપાલિકાના સર્વે કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.