મહિલા સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદવાંકાનેર : વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં મકાનનું કલરકામ કરાયા બાદ મકાન સાફ કરી રહેલા પરિવારને શેરીમાં પાણી ન ઢોળાવું જોઈએ કહી પાડોશી મહિલા સહિતના ચાર શખ્સોએ યુવકને માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર ભાટિયા સોસાયટીમાં રહેતા આસિફરજા શાકિરહુસેન શેખ નામના યુવાને આરોપી રહેમતબેન હબીબભાઈ ઝાફરાની, ફિરોઝભાઈ ઝાફરાની, મોસીન હબીબભાઈ ઝાફરાની અને અરબાઝ કાફી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદીના ઘરમાં કલરકામ ચાલતું હોય મકાનને પાણીથી સાફ કરતા હતા ત્યારે પાણી શેરીમાં જતા આરોપીઓએ પાણી મકાન સામે ન આવવું જોઈએ કહી ઝઘડો કરી લાકડાના ધોકા, સ્ટીલનો પાઇપ અને પ્લાસ્ટિકના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.