11 માસના કરાર આધારીત 20થી 50 હજારના માસિક પગાર વાળી નોકરી માટે ઉમેદવારોનો રાફડો ફાટયોમોરબી : મોરબી મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગો માટે 11 માસના કરાર આધારીત હંગામી ધોરણે 78 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવ્યા બાદ બેકારીની સ્થિતિ કેવી છે તેનો ચિંતાજનક ચિતાર સામે આવ્યો છે. કોર્પોરેશન દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામા આવતા 78 જગ્યાઓ માટે કુલ 1778 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જેમાં હવે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.મોરબી મહાનગર પાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટરથી લઈ પ્લાનિંગ આસિસ્ટન્ટ, સિવિલ ઈજનેર, આઇટી એક્સપર્ટ અને લીગલ ઓફિસરની કરાર આધારિત ભરતી પ્રક્રિયા માટે કુલ 78 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવતા રૂપિયા 20 હજારથી લઈ 50હજારની હંગામી નોકરી માટે ઉમેદવારોએ રીતસરની લાઈનો લગાવી હોવાનું સામે આવ્યું છે. જેમાં સેનેટરી સબ ઇન્સ્પેકટરની 13 જગ્યા માટે 1100 ઉમેદવાર, સેનેટરી ઇન્સ્પેકટરની બે જગ્યા માટે 154 ઉમેદવાર, સિવિલ ઇજનેરની 12 જગ્યા માટે 195 ઉમેદવારોએ અરજી કરી હોવાનું સામે આવ્યું છે. અન્ય જગ્યાઓ માટે પણ આવી જ સ્થિતિ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.બીજી તરફ મોરબી મહાનગર પાલિકા દ્વારા વિવિધ શાખાઓમાં હંગામી ધોરણે જાહેર કરવામાં આવેલ કરાર આધારિત ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યૂ લેવાનું શરૂ કરી પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને મહાનગર પાલિકામાં વિવિધ પોસ્ટ માટે હાથ ધરવામાં આવેલ ભરતી પ્રક્રિયામાં રૂપિયા 20 હજારથી લઈ 50 હજાર સુધીના પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યા છે. આમ છતાં કરાર આધારિત ભરતીમાં પણ ઉમેદવારોનો રાફડો ફાટતા બેકારીની સ્થિતિ ચિંતાજનક હોવાનું ફલિત થઇ રહ્યું છે.મહાનગર પાલિકામાં ભરતી માટેની જગ્યાઓ અને આવેલ અરજીઓ● સેનેટરી ઈન્સ્પેકટર - 2 જગ્યા માટે 154 અરજી● સેનેટરી સબ ઇન્સ્પેકટર - 13 જગ્યા માટે 1100 અરજી● પ્લાનીંગ આસિસ્ટન્ટ - 4 જગ્યા માટે 45 અરજી● સર્વેયર-13 જગ્યા માટે 31 અરજી● કેડ ઓપરેટર - 3 જગ્યા માટે 02 અરજી● સિવિલ ઈજનેર - 12 જગ્યા માટે 195 અરજી● IT એક્સપર્ટ -1 માટે 37 અરજી● વર્ક આસીસ્ટન્ટ -13 જગ્યા માટે 43 અરજી● લીગલ ઓફિસર - 1 જગ્યા માટે 17 અરજી● રીકવરી ઓફિસર - 10 જગ્યા માટે 65 અરજી● ઓટો મોબાઈલ ઈજનેર -1 જગ્યા માટે 05 અરજી● મિકેનીક -2 જગ્યા માટે 09 અરજી● લાઇવ સ્ટોક ઇન્સ્પેકટર - 1 જગ્યા માટે 17 અરજી● અર્બન પ્લાનર -1 જગ્યા માટે 26 અરજી● અર્બન ડીઝાઇનર -1 જગ્યા માટે 10 અરજી