મોરબી : મોરબી શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં સીટી એ ડિવિઝન પોલીસે આરોપી અમિત મોહનભાઇ ભાનુશાળીના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 600 કબ્જે કરી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી અમિત હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.