મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 13 માર્ચ ને ગુરૂવારના રોજ જીરું, કપાસ, ઘઉં, તલ, મગફળી, તુવેર, ધાણા, સોયાબીન, મેથી, ચણા, એરંડા, કાળા તલ, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 940 ક્વિન્ટલ એટલે કે 4700 મણ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 3800 રૂપિયા સુધી બોલાયા છે. જ્યારે 205 ક્વિન્ટલ એટલે કે 1025 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા 1476 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 538, તલના 1900, જીણી મગફળીના પ્રતિમણ 1006, તુવેરના 1362, ધાણાના 1250, સોયાબીનના 748, મેથીના 1100, ચણાના 1044, એરંડાના 1226, કાળા તલના 4975, રાયના 1153 અને રાયડાના 1019 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 600 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 750 રૂપિયા, ગુવારના 1800 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 80 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 2400 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 460 રૂપિયા ભાવ બોલાયા છે.