વાંકાનેર : તા. 12-3-2025ના રોજ વાંકાનેર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડીના તાબા હેઠળના આયુષ્માન આરોગ્ય મંદિર કાછીયાગાળા (પેટા આરોગ્ય કેન્દ્ર) ખાતે નેશનલ લેવલથી આરોગ્યની તમામ સેવાઓનું મોનિટરીંગ અને ચેકીંગ માટે National Quality Assurance Standardsની ટીમ આવી હતી. જિલ્લા QAMO હાર્દિક રંગપરિયા અને તેમની મેન્ટરિંગ ટીમ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી મેડિકલ ઓફિસર ડો.શાહીના અન્સારી અને આયુષ મેડિકલ ઓફિસર ડો. મનસુખ બોચિયાના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર કાછીયાગાળાના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર રાજ મકવાણા, ફીમેલ હેલ્થ વર્કર વંદના સોલંકી, મેલ હેલ્થ વર્કર પ્રતિપાલસિંહ પરમાર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી. આ નેશનલ ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં છેવાડાના લોકો સુધી સરકારના ધારા ધોરણ મુજબ મળતી તમામ પ્રકારની આરોગ્યની સેવાઓનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ ટીમ દ્વારા સારા પ્રતિભાવો સાથે મોનિટરીંગ પૂર્ણ કરવામાં આવ્યું હતું. જેનું સચોટ પરિણામ ટુંક સમયમાં આવશે. જેનાથી કાછીયાગાળા ખાતે મળતી આરોગ્ય સેવાઓનું આંકલન થશે.