મોરબી : આજે તારીખ 13 માર્ચ ને ગુરુવારના રોજ મોરબી જિલ્લાના વરિયા પ્રજાપતિ સમાજના રાજકીય આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત મોરબી જિલ્લા પ્રમુખ જેન્તીભાઈ રાજકોટીયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી.મોરબી જિલ્લાના વરિયા પ્રજાપતિ સમાજના રાજકીય આગેવાનો મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર મનસુખભાઈ એમ. બરાસરા, મોરબી જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના પૂર્વ મહામંત્રી બીપીનભાઈ પ્રજાપતિ, કાંતિભાઈ કણસાગરા, ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ ઉપ પ્રમુખ હર્ષદભાઈ કે. વામજા, મંત્રી સાહુલભાઈ પ્રજાપતિ, જિલ્લા ભાજપ મહિલા મોરચાના કારોબારી સભ્ય ભાનુબેન મૈજડીયા, ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય ઉપેન્દ્રભાઈ પ્રજાપતિએ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જેન્તીભાઈ રાજકોટીયાની મુલાકાત લઈ તેઓને સાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા.