વોર્ડ નંબર 2માં કચરાની ગાડી મોકલવા અને તૂટેલા ગટરના ઢાંકણા રીપેર કરવા માગ વાંકાનેર : વાંકાનેર વોર્ડ નંબર 2ના કાઉન્સિલર જાગૃતીબેન ચેતનભાઈ ચૌહાણે નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને વોર્ડ નંબર 2 માં મીલ કોલોની રેલ્વે સ્ટેશન ફાટક પાસે રસ્તાનું કામ પૂર્ણ થઈ ગયું હોવાથી ત્યાં રસ્તા વચ્ચેથી ધૂળના ઢગલા ઉપાડવા રજૂઆત કરી છે. આ ધૂળના ઢગલાના કારણે ટ્રાફિકજામ થાય છે અને જાનહાનિની પણ શક્યતા છે. તો તાત્કાલિક ધોરણે ધૂળના ઢગલા દૂર કરવા માગ કરવામાં આવી છે.આ ઉપરાંત વોર્ડ નંબર 2 માં કચરાની ગાડી આવતી નથી અને ગટરના ઢાંકણા પણ તૂટી ગયેલી હાલતમાં છે. તો આ વિસ્તારમાં કચરો લેવા ગાડી નિયમિત આવે અને ગટરના ઢાંકણા તાત્કાલિક બદલવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે.