મોરબી : દર વર્ષની જેમ હોળીનો પર્વ આવે એટલે હોળી ની ઘણા લોકો રાહ જોઈને બેઠા હોય કે હોળી ક્યારે પ્રગટાવવી સનાતન ધર્મની અંદર હોળીનો એક આગવું અને એક અલૌકિક અને એક આધ્યાત્મિક મહત્વ છે. હોળી સાથે આખા વર્ષનો વર્તારો પણ રહેલું હોય છે. ક્યાં ક્ષેત્રમાં શું ફળ આપશે?? કઈ દિશામાં શું ફળ આપશે?? ક્યુ ધાન્ય કેવું પાકશે?? એનો પણ વર્તારો આ સમયે હોળીની જ્વાલા જે દિશામાં જાય એના ઉપર પણ જોવાતી હોય છે.હોળીના દહનની સાથે હોળાષ્ટક પણ સમાપન થાય છે. હોળી દહનના આગલા આઠ દિવસ પહેલાથી જ હોળાષ્ટક શરૂઆત થાય છે જેમાં કોઈ શુભ કર્મો થતા નથી. આ વર્ષે હોળાષ્ટકનો પ્રારંભ તારીખ ૬/૩/૨૫ ગુરુવાર ના સવારે ૧૦:૫૪ થી પ્રારંભ થયા અને પૂર્ણ તા. ૧૩/૩/૨૫ ગુરુવારે થશે. આ વર્ષે હોળી દહન ક્યારે કરવું એમાં ઘણા લોકો દ્વિધા ની પરીસ્થિતિમાં છે. આવો શાસ્ત્ર મુજબ જાણીએ કે હોળી ક્યારે દહન કરવી સાં ૨૦૮૧ ને ફાગણ સુદ પૂનમની તિથિની શરૂઆત તા. ૧૩/૩/૨૫ ગુરુવારે સવારે ૧૦:૩૫ ના થાય છે. જે પૂર્ણ રાત્રિ સુધી છે અને તા.૧૪/૩/૨૫ શુક્રવારે સવારે બપોરે ૧૨:૨૩ ના જ પૂર્ણ થઈ જાય છે, જેથી રાત્રીકાલમાં ૧૪ તારીખે પૂર્ણિમા તિથિ મળતી નથી. પરંતુ તા.૧૩/૩/૨૫ ગુરુવારે પૂર્ણિમા તિથિ રાત્રિ વ્યાપીની છે. પરંતુ ભદ્રા હોવાના કારણે દહન ન થાય. ભદ્રા દર પૂર્ણિમામાં હોય જ શ્રાવણ માસની પૂનમ આવશે ત્યારે પણ ભદ્રા આવશે જ અને ફાગણ મહિનાની પૂનમ હશે ત્યારે પણ ભદ્રા હશે જ દર પુનમમાં ભદ્રા આવે જ . ભદ્રા ૧૩/૩/૨૫ ને ગુરુવારે રાત્રે ૧૧:૨૬ સુધી છે અને નિશિથ કાલ પણ ૧૨:૪૫ સુધી છે તો રાત્રે ૧૧:૨૬ પછી તા.૧૩/૩/૨૫ ને ગુરુવાર ના પ્રગટ કરવી જરૂરી છે. ભદ્રા પૂંછ દરમિયાન પણ હોલિકા દહન કરી શકાય ભદ્રા પૂછનો સમય સાંજે ૬:૫૭ થી ૮:૧૪ સુધી નો છે આ દરમિયાન પણ હોલિકા દહન કરવું શાસ્ત્ર સંમત છે.ધર્મસિંધુ દ્વિતિય પરિચ્છેદ તેમજ નિર્ણયસિંધુ ના મત મુજબ पूर्वदिने यदि निशीथात्प्राग्भद्रासमाप्तिस्तदा भद्रावसानोत्तरमेव होलिकादीपनम् । निशीथोतरं भद्रासमाप्तौ भद्रामुखं त्यक्त्वा भद्रायामेव । प्रदोषे भद्रामुखव्याप्ते भद्रोतरं प्रदोषोत्तरं वा। दिनद्वयेपि पूर्णिमायाः प्रदोषस्पर्शाभावे पूर्वदिन एव भद्रापुच्छे तदलाभे भद्रायामेव प्रदोषोत्तरमेव होलिका । रात्रौ पूर्वाधभद्राया ग्राह्यत्वोक्तेः न तु पूर्वप्रदोषादौ चतुर्दश्यां न वा परत्र सायाह्नादौ।શાસ્ત્રના નિયમો મુજબ ભૂલી દહન માટે નિશિથ કાલ ગ્રાહ્ય કરવામાં આવેલો છે. પરંતુ સમય જતા આપણે લોકો ચોઘડિયા અનુસાર ચાલતા રહ્યા છીએ. શાસ્ત્રમાં ચોઘડિયા કરતા પણ નિશિથ કાલ નું મહત્વ ઘણું છે. કાલ સાપેક્ષ હોવો જોઈએ. બીજી તા.૧૪/૩/૨૫ શુક્રવારે ચંદ્રગ્રહણ થાય છે આવું પણ એક ભ્રાંતિ ફેલાયેલી છે જે ભારતમાં ચંદ્ર ગ્રહણ દેખાવાનું જ નથી. એ ધાર્મિક દ્રષ્ટિએ પાડવાનું પણ ન હોય જેનું સુતક આપણને લાગતું નથી માટે ૧૪ તારીખે ગ્રહણ થશે પરંતુ ભારતના ક્ષેત્રમાં દેખાવાનું ન હોવાથી એની કોઈપણ જાતની અસર ન થાય અને એનું માન પણ ગ્રાહ્ય શાસ્ત્ર કરતું નથીશાસ્ત્ર સંમત ધાર્મિક ગ્રંથો અનુસાર, ભદ્રા મુખમાં હોળી બાળવી એ અનિષ્ટને આવકારવા જેવું છે, જેનું પરિણામ માત્ર દહન કરનાર વ્યક્તિ માટે જ નહીં પરંતુ શહેર અને દેશવાસીઓ માટે પણ હોઈ શકે છે. કેટલાક વર્ષોમાં, પ્રદોષ પછી અને મધ્યરાત્રિની વચ્ચે ભદ્રા પૂંછડી પ્રવર્તતી નથી, આવી સ્થિતિમાં હોલિકા દહન પ્રદોષના સમયે કરી શકાય છે. દુર્લભ સંજોગોમાં, જો હોલિકા દહન પ્રદોષ અને ભદ્રા પૂંચ બંનેમાં શક્ય ન હોય, તો હોલિકા દહન પ્રદોષ પછી કરવું જોઈએ.હોલિકા દહનનો શુભ સમય કોઈપણ તહેવારના શુભ સમય કરતાં વધુ મહત્વપૂર્ણ અને જરૂરી છે. જો અન્ય કોઈ તહેવારની પૂજા યોગ્ય સમયે કરવામાં ન આવે તો વ્યક્તિ પૂજાના લાભથી વંચિત રહી જાય છે, પરંતુ હોલિકા દહનની પૂજા અયોગ્ય સમયે કરવામાં આવે તો તે દુર્ભાગ્ય અને દુઃખ આપે છે. હોળી દહન પર થી આખા વર્ષ ના વરતારા કઠવાના હોય માટે હોળીની જ્વાળા કઇ તરફ જાય છે કે ઉપર તરફ જાય છે તે મુજબ તેના ફળ મળતા હોય છે. જેમકે, પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર-ઇશાન-અગ્નિ-નૈઋત્ય-વાયવ્ય વગેરે પરથી શુભાશુભ બાબત તે વર્ષ પૂરતું જણાતું હોય છે. જેમાં ગરમી, વરસાદ, દુકાળ, પૂર, રોગચાળો, મોંઘવારી, દુર્ઘટના જેવા શુભાશુભ વરતારાઓ જે-તે પ્રાંત બાબતે જોવામાં આવે છે. હોળીના પ્રાગટ્ય વખતે તેની જ્વાળા કઇ બાજુ જાય છે તેના પરથી વાષક વરતારા કરવામાં આવે છે. હોળીના વરતારા પરાપૂર્વથી થાય છે અને તે માટેના ભડલી વચનો પણ છે જ. જે સંક્ષિપ્તમાં આ મુજબ છે :હોળી દિન કરો વિચાર, શુભ અને અશુભ ફળ સાર, પશ્ચિમનો વાયુ જો વાય, સમય એ જ સારો કહેવાય, વાયુ જો પૂરવનો વાય, કોરોને કંઇ ભીનો જાય, દક્ષિણ વાયુ ધનનો નાશ, એ સમય ન ઉપજે ઘાસ, ઉત્તરનો વાયુ બહુ હોય, પૃથ્વી ઉપર પાણી બહુ જોય, જો વંટોળો ચારે વાય, પ્રજા દુ:ખમાં ઝૂરે રાય, જો વાયુ આકાશે જાય, પૃથ્વી રણસંગ્રામ બતાવ, ફાગણની પૂનમને દિન, હોળી સમયે પારખ કીન. આમ, હોળીના પવન પરથી શુભાશુભનો વિચાર કરવો જોઇએ.વિવિધ પ્રદેશોમાં હોળીનો તહેવાર- દેશના વિવિધ પ્રદેશોમાં હોળીનો તહેવાર અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. મધ્ય પ્રદેશના માલવા પ્રદેશમાં હોળીના પાંચમા દિવસે રંગપંચમી ઉજવવામાં આવે છે, જે મુખ્ય હોળી કરતાં વધુ જોરથી રમવામાં આવે છે. હોળી બ્રજ પ્રદેશમાં સૌથી વધુ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ખાસ કરીને બરસાનાની લથમાર હોળી ખૂબ પ્રખ્યાત છે. મથુરા અને વૃંદાવનમાં પણ હોળી ૧૫ દિવસ સુધી ઉજવવામાં આવે છે.પૂજ્ય મહામહોપાધ્યાય શ્રી જીજ્ઞેશભાઇ પંડ્યા( ગોલ્ડ મેડાલિસ્ટ કાશી વારાણસી )મોરબી માં એક માત્ર કાશી ના વિદ્વાનજ્યોતિષાચાર્ય સાહિત્યાચાર્ય ભાગવતાચાર્યM.A. સંસ્કૃત૯૪૨૬૯ ૭૩૮૧૯શ્રી ગણનાથ જ્યોતિષ કાર્યાલયક્રિષ્ના ચેમ્બર ઓ.નં. 5વસંત પ્લોટ મેઈન રોડ ચકિયા હનુમાન ની બાજુમાં