રોડ ઉપરની ત્રણેક સોસાયટીઓમાં આ પ્રશ્ન : મહાપાલિકા કાર્યવાહી કરે તેવી માંગમોરબી : મોરબીમાં સ્વચ્છતા રોડ જેનું નામ છે એ રોડ ઉપર જ ઉભરાતી ગટરના કારણે ગંદકી જોવા મળી રહી છે. જો કે અહીંના સ્થાનિકો રજૂઆતો કરીને થાકી ગયા છે પણ પ્રશ્નનો ઉકેલ આવતો નથી. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે રવાપર રોડ તરફ જતો સ્વચ્છતા રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાઈ છે. અહીં આવેલ યદુનંદન પાર્ક, મહાવીર સોસાયટી અને માણેક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવવાનો પ્રશ્ન છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર નવા બસ સ્ટેન્ડથી અહી ભૂગર્ભ ગટરની ઉપર લોખંડની ગ્રીલ નાખી છે. એ સાફ ન થવાથી ગટર ઉભરાવાની સમસ્યા સર્જાય છે. સ્થાનિકોએ આ મામલે અનેકવાર રજુઆત કરી છે પણ મહાપાલિકા દ્વારા હજુ સુધી આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.