મોરબી : શૈક્ષણિક વર્ષ 2025-26માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12-3-2025 રાત્રીના 12 કલાક સુધી રાખવામાં આવેલ હતી. વેબસાઈટ પર યુઝર્સની સંખ્યામાં વધારો થવાથી સાઇટ ધીમી થવાના કારણે ઓનલાઈન ફોર્મ ભરવાની સમય મર્યાદા તા. 16-3-2025 રાત્રીના 12 કલાક સુધી લંબાવવામાં આવી છે. જિલ્લા કક્ષાએ ફોર્મ ચકાસણી થતા પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડ સંબંધિત તારીખો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. જેની દરેકને નોંધ લેવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.