બિંદીયા મેહતાએ પિતાના સહયોગથી ડિજિટલ પ્લેટફોર્મ ઉભું કર્યું, જેમાં દેશના કોઈ પણ ખૂણેથી ગ્રાહકો સીધા મોરબીથી મનગમતી ટાઇલ્સ મંગાવી શકે છે : અઢી વર્ષમાં 5 કરોડનું સામ્રાજ્ય ઉભું કર્યુટાઇલ્સ ક્રાફટ એ દરેક લોકોને આંગળીના ટેરવે ક્વોલિટીવાળી ટાઇલ્સ મોરબીનો ધક્કો ખાયા વગર મળી જાય તેવું ડિજિટલ પ્લેટફોર્મ : હવે સિરામિક ક્ષેત્રમાં દીકરીઓને આગળ લઈ આવવા ટાઇલ્સ ક્રાફટ ખાસ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ શરૂ કરશેwww.instagram.com/reel/DHGQhjQSsU7/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીનો સિરામિક ઉદ્યોગ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. પણ આ ક્ષેત્રમાં હવે મહિલાઓ પણ કાઠું કાઢવા લાગી છે. મોરબીની બિંદીયા મેહતા કે જેઓએ સિરામિક ઉદ્યોગને ડિજિટલાઈઝેશન સાથે જોડીને સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. આ સ્ટાર્ટ અપ સફળ રહેતા તેને શાર્ક ટેન્કમાં મોરબીને ચમકાવ્યું છે.મોરબીમાં અઢી વર્ષ પૂર્વે ટાઇલ્સ ક્રાફટ નામે નવું સાહસ કરનાર બિંદીયા મેહતાએ શાર્ક ટેન્કમાં પહોંચી મોરબીનું નામ રોશન કર્યું છે. તેઓનું ટાઇલ્સ ક્રાફટ એક ડિજિટલ પ્લેટફોર્મ છે જેમાંથી ટાઇલ્સની વિશાળ વેરાયટી નિહાળી ગ્રાહકો ટાઇલ્સના ઓર્ડર આપી શકે છે. આના માટે ગ્રાહકોને મોરબી ધક્કો ખાવો પડતો નથી. તેઓ જણાવે છે કે ગત વર્ષે તેઓએ શાર્ક ટેન્ક માટે ફોર્મ ભર્યું હતું. આ વર્ષે તેઓને શાર્ક ટેન્કમાં પહોંચવાનો ચાન્સ મળ્યો હતો. તેઓએ અગાઉ અનેક રાઉન્ડ ક્લિયર કર્યા બાદમાં તેઓ શાર્ક સામે પહોંચ્યા હતા. શાર્ક પણ ટાઇલ્સ ક્રાફટ વિશે માહિતી મેળવી તેના ઉપર આફરીન થયા હતા. તેઓએ 5 કરોડની વેલ્યુએશન ઉપર રૂ.60 લાખનું ઈન્વેસ્ટમેન્ટ માંગીને 12 ટકાનો હિસ્સો આપવાની ઓફર કરી હતી. શાર્ક દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે તમે સાચા ટ્રેક ઉપર છો. અત્યારે પાર્ટનરશીપ કરવા કરતાં પ્લેટફોર્મને વધુ મજબૂત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને આવતા વર્ષે ઇનવેસ્ટ મેળવવા પ્રયત્ન કરી જુઓ. તેવી તેમને સલાહ આપી હતી. _____________________________બિંદીયાબેનના દાદાએ ટાઇલ્સ ઉદ્યોગમાં ઝંપલાવ્યું હતું, પિતા પણ આ જ ઉદ્યોગ સાથે જોડાયેલાબિંદિયા મેહતા જણાવે છે કે 1970-1980ના અરસામાં મોરબીમાં ટાઇલ્સના કારખાનાઓ સ્થપાવવા લાગ્યા. ત્યારે તેઓના દાદાએ ટાઇલ્સ બનાવવાનું શરૂ કર્યું.પહેલાં સિમેન્ટ ટાઇલ્સ હાથથી બનાવવામાં આવતી હતી. આમાં ઘણો સમય લાગતો હતો. પછી ધીમે ધીમે આખું મોરબી ટાઇલ્સ અને સિરામિક ઉત્પાદનોનું કેન્દ્ર બન્યું. મશીનોનો યુગ આવી ગયો એટલે મશીનો દ્વારા ટાઇલ્સ બનાવવાનું શરૂ થયું. એક સમય એવો આવ્યો કે હાથથી બનાવેલી સિમેન્ટ ટાઇલ્સની માંગ ઓછી થવા લાગી અને મજૂરી વધવા લાગી, ત્યારે દાદાએ આ કામ બંધ કરી દીધું. ત્યારબાદ તેમણે મશીનમાંથી બનાવેલી ટાઇલ્સ ડિસ્ટ્રિબ્યુટરશીપ દ્વારા વેચવાનું શરૂ કર્યું. પછી તેઓના પિતા આ ધંધામાં જોડાયા. _____________________________બિંદીયાબેન કઈ રીતે ટાઇલ્સ ઉદ્યોગમાં પ્રવેશ્યા ?બિંદીયા મેહતા જણાવે છે કે મારે કોઈ ભાઈ કે બહેન નથી. ધોરણ 12 પછી તેઓ અમદાવાદ ગયા ત્યાં અભ્યાસ કર્યો. મારા પરિવારના સભ્યો શરૂઆતથી જ કહેતા હતા કે હું એક છોકરી હોવાથી હું આ ઉદ્યોગમાં આવી શકતી નથી. જોકે, પિતા સમક્ષ એક પ્રશ્ન હતો કે પરિવારનો વ્યવસાય કોણ સંભાળશે. અમદાવાદથી મારો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, મને એક કંપનીમાં નોકરી મળી. દોઢ વર્ષ ત્યાં કામ કર્યું. જ્યારે પ્રમોશનની વાત આવી, ત્યારે કંપનીએ ટ્રાન્સફરની વાત કરી. મારા પરિવારને આ વાતની સંમતિ નહોતી. આખરે, 2020-21માં નોકરી છોડી દીધી અને મોરબી ઘરે પરત ફરી. દરરોજ ઘરે બેસવું મુશ્કેલ હતું. પપ્પા સાથે તેમના ટાઇલ્સના શો-રૂમે જવાનું શરૂ કર્યું. ત્યારબાદ અનેક સર્વે અને સંશોધનો બાદ મે ઓનલાઈન ટાઇલ્સનો વ્યવસાય શરૂ કર્યો. મેં મારા એક મિત્રની મદદથી વેબસાઇટ બનાવી. હવે સમય એવો છે કે આપણે ટાઇલ્સ કે સિરામિક્સ લગાવ્યા પછી ઘર કેવું દેખાશે તેનું ચિત્ર જોવા માંગીએ છીએ. તે કેવું દેખાશે? મેં આ બધી બાબતોનું ધ્યાન રાખ્યું. તેની શરૂઆત લગભગ 2.5 લાખ રૂપિયાથી થઈ હતી. ૩૩ હજાર રૂપિયાનો પહેલો પ્રોજેક્ટ અમદાવાદથી જ મળ્યો હતો. જ્યારે લોકોને કામ ગમવા લાગ્યું, ત્યારે તેઓએ પ્રોજેક્ટ આપવાનું શરૂ કર્યું. આમ ધીમે ધીમે ટાઇલ્સ ક્રાફ્ટ લોકોને ખૂબ પસંદ પડ્યું છે. _____________________________સિરામિક ક્ષેત્રમાં દીકરીઓ પણ આગળ આવે તેવા પ્રયાસો કરાશેબિંદિયા મેહતા જણાવે છે કે શરૂઆતમાં, જ્યારે મેં આ કામ શરૂ કર્યું, ત્યારે લોકો માનતા ન હતા કે કોઈ છોકરી ટાઇલ્સ ઉદ્યોગમાં કામ કરી શકે છે. જે કોઈ આવતું તે પૂછતું, 'આ કંપનીના બોસ ક્યાં છે?' પણ હવે સમય બદલાયો છે. લોકો મને સ્વીકારી રહ્યા છે. અને હજુ હું ઇચ્છુ છું કે દીકરીઓ આ ક્ષેત્રમાં આવે અને પોતાની કારકિર્દી બનાવે.વધુમાં તેઓ જણાવે છે કે સિરામિક ક્ષેત્રમાં દીકરીઓ પણ આગળ આવે તેવો ટાઇલ્સ ક્રાફટ દ્વારા પ્રયાસ કરવામાં આવશે. આ માટે ટાઇલ્સ ક્રાફટ ટૂંક સમયમાં દીકરીઓ માટે ઇન્ટર્નશિપ પ્રોગ્રામ શરૂ કરશે. જેમાં દીકરીઓ જોડાઈને સિરામિક ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી શકશે. આના માટે દિકરીઓએ hr@tileskraft.com ઉપર મેઈલ કરવાનો રહેશે._____________________________