મોરબી : મોરબીમાં શ્રી બંધુનગર પ્રાથમિક શાળા ખાતે આજરોજ શિક્ષક જયેશભાઈ સદાતીયાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ 1 થી 8ના તમામ વિદ્યાર્થીઓને લખવા માટે ઉપયોગી પેડ (શૈક્ષણિક કીટ) આપવામાં આવી હતી. આ તકે શાળાના આચાર્ય અમૂલભાઈ જોષીએ અન્યને પણ પ્રેરણા મળે એવું કાર્ય કરવા બદલ જયેશભાઈને અભિનંદન પાઠવ્યા હતા.